રાહુલ ગાંધીનું મંદિર દર્શન : દ્વારકાધીશથી જગન્નાથ સુધી

રાહુલ ગાંધીનું મંદિર દર્શન : દ્વારકાધીશથી જગન્નાથ સુધી
અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા.12 : કૉંગ્રેસના અધ્યક્ષપદે ગત સોમવારે રાહુલ ગાંધી બિનહરીફ ચૂંટાઇ આવ્યા હતા. તેઓ ઔપચારિક  રીતે આગામી 16 ડિસેમ્બરે અધ્યક્ષનું પદ સંભાળશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પોતાના પ્રચાર અભિયાનના પ્રારંભથી  સોફ્ટ હિન્દુત્વ અપનાવનાર રાહુલ ગાંધીએ આજે સવારે અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરની મુલાકાત લીધી હતી અને ભગવાન જગન્નાથજીના આશીર્વાદ  મેળવ્યા હતા.  અહીં નોંધવું ઘટે કે, રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચારની શરૂઆત ગત 25 અૉક્ટોબરે સૌરાષ્ટ્રના દ્ધારકાધીશનાં દર્શન કરીને કરી હતી અને આજે અમદાવાદમાં જગન્નાથજીનાં દર્શન કરીને પ્રચારની પૂર્ણાહુતિ કરી હતી. 

રાહુલ ગાંધીએ  ગુજરાતમાં બે તબક્કામાં યોજાનારી ચૂંટણીના ઝંઝાવાતી  પ્રચાર દરમિયાન યાત્રા કરી હતી અને આ યાત્રા દરમિયાન કુલ 27 જેટલાં મંદિરોની  મુલાકાત લઇ ભગવાનના આશીર્વાદમેળવ્યા હતા.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer