અનિલ-જુહીની જોડી ફરી ફિલ્મી પડદે

અનિલ-જુહીની જોડી ફરી ફિલ્મી પડદે
એવું લાગે છે કે વર્ષ 2018 બૉલીવૂડની જૂની જોડીઓ માટે `િરયુનિયનનું વર્ષ' બની જશે અને તેમાં ટોચ પર અનિલ કપૂર હશે. અનિલ કપૂર, રાકેશ ઓમપ્રકાશ મહેરાની ફિલ્મ `ફન્ને ખાન'માં ઐશ્વર્યા રાય-બચ્ચન સાથે તેમ જ ઈન્દરકુમારની ફિલ્મ `ટોટલ ધમાલ'માં માધુરી દીક્ષિત-નેને સાથે ફરી જોડી ચમકાવશે.
જોકે, ત્યારબાદ અનિલ અને જુહી ચાવલા પણ ફરીથી એક જ ફિલ્મમાં દેખાવાના છે અને આ ફિલ્મ છે વિધુ વિનોદ ચોપરાની ફિલ્મ `એક લડકી કો દેખા તો ઐસા લગા' પોતાની ફિલ્મમાં અનિલની પુત્રી સોનમને લીધા બાદ વિધુએ હવે જુહીને પણ સાઈન કરી છે. આ ફિલ્મ એક ફેમિલી ડ્રામા છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer