વિરુષ્કાનાં લગ્નનો ખર્ચ પ0 કરોડથી વધુ !!

વિરુષ્કાનાં લગ્નનો ખર્ચ પ0 કરોડથી વધુ !!
21મીએ દિલ્હીમાં અને 26મીએ મુંબઈમાં ભવ્ય સત્કાર સમારંભ
મુંબઈ, તા.12: ટીમ ઇન્ડિયાના સુપર સુકાની વિરાટ કોહલી અને બોલિવૂડની ટોચની હિરોઇન અનુષ્કા શર્માના લગ્ન આખરે ભારે સસ્પેન્સ વચ્ચે ઇટાલીના સૌથી મોંઘા રિસોર્ટમાં પસંદના મહેમાનોની હાજરીમાં યોજાઇ ગયા. હવે એવા રિપોર્ટ આવ્યા છે કે આ ડેસ્ટિનેશન વેડિંગ માટે પ0 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરાયો હતો. લગ્નના આ ભવ્ય આયોજન પાછળ વિરાટના ખાસ દોસ્ત અને સોનાક્ષી સિંહાના એક્સ બોયફ્રેન્ડ બન્ટી વાલિયાનું ભેજુ હોવાનું માનવામાં આવી રહ્યંy છે.
મીડિયાથી દૂર લગ્ન સ્થળ માટે ઇટાલીના ટસ્કની પાસેના બોરગો રિસોર્ટ પસંદ કરાયો હતો. જે શહેરથી દૂર અને સુરક્ષિત છે. લગ્નને ભારતીય ટચ આપવા શહનાઇ, ઢોલ-નગારા અને ભાંગડા ગ્રુપનો ઉપયોગ કરાયો હતો. આ હાઇપ્રોફાઇલ પાવર કપલ હવે એકાદ સપ્તાહમાં ભારત પહોંચશે અને 21મીએ દિલ્હીમાં અને 26મી ડિસેમ્બરે મુંબઈમાં ભવ્ય સત્કાર સમારંભની પાર્ટી આપશે. દિલ્હીમાં યોજનાર સત્કાર સમારંભમાં વડાપ્રધાન મોદી સહિતની ટોચની હસ્તીઓ ઉપસ્થિત રહે તેવી પૂરી સંભાવના છે. જ્યારે મુંબઈના 26મીના સમારંભમાં બોલિવૂડના કલાકારો, ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ, ઉદ્યોગપતિઓ અને બીસીસીઆઇના અધિકારીઓ હાજર રહેશે.
આ કપલના પ્રવક્તાએ કહ્યંy છે કે બંને નવા વર્ષની ઉજવણી દ. આફ્રિકામાં કરશે. ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જઇ રહી છે. આથી આ પ્રવાસમાં સુકાની કોહલી સાથે અનુષ્કા પણ હશે.
વિરાટ-અનુષ્કાના લગ્ન બાદ અભિનંદનની વર્ષા થઇ રહી છે. સચિન સહિતના મોટાભાગના ભારતીય ક્રિકેટરોએ સોશિયલ સાઇટ પર બધાઇ આપી છે. સરહદ પારથી પાક. ક્રિકેટરો શાહિદ અફ્રિદી, શોએબ મલિક વગેરેએ પણ કોહલીને નવી ઇનિંગની શરૂઆત કરવા બદલ અભિનંદન આપ્યા છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer