બિહારમાં નીતિશના કાફલા પર હુમલો, પથ્થરમારો : બે ઘાયલ

પટણા, તા. 12 : બકસરના નંદનમાં શુક્રવારે `સમીક્ષાયાત્રા' દરમ્યાન બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમારના કાફલા પર હુમલો કરતાં પથ્થરમારો પણ કરાયો હતો. આ બનાવથી ભારે અફરાતફરી મચી હતી.
હુમલાખોરોએ પથ્થરમારો કર્યો હતો. જો કે, આ ઘટનામાં મુખ્યમંત્રીને સલામત બચાવી લેવાયા હતા. તેમના કાફલામાં સામેલ બે સુરક્ષાકર્મી ઘાયલ થયા હતા.
અહેવાલ અનુસાર લોકો ઈચ્છતા હતા કે નીતીશકુમાર દલિત વસતીની મુલાકાત લે પરંતુ સહમત નહીં થતાં હુમલો કરાયો હતો. નીતીશકુમાર સરકારની વિકાસ યોજનાઓનો તાગ મેળવવા 12મી ડિસેમ્બરથી રાજ્યવ્યાપી પ્રવાસ કરી રહ્યા છે.
આ પ્રવાસના બરાબર એક મહિના બાદ આજે મુખ્યમંત્રીના કાફલા પર હુમલો અને પથ્થરમારો કરાયો હતો.
 
 
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer