રાની મુખરજી બની અમદાવાદની મહેમાન : રિવર ફ્રન્ટ પર માણી પતંગની મજા

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.12 : બૉલીવૂડ અભિનેત્રી રાની મુખરજી તેની અપકમિંગ ફિલ્મ હીંચકીના પ્રમોશન માટે અમદાવાદ આવી હતી. અમદાવાદની મહેમાન બનેલી રાની મુખરજીએ કાઇટ ફેસ્ટિવલની મજા માણી હતી. 
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે યોજાયેલી કાઇટ ફેસ્ટિવલમાં રાની મુખરજીએ બેટી બચાવો, બેટી પઢાવોના સ્લોગનવાળા પતંગ ચગાવ્યા હતા. સાથે સાથે મહિલા સશક્તિકરણ અને બેટી બચાવો પર વાત પણ કરી હતી. ત્રણ વર્ષના બ્રેક બાદ રાની મુખરજી હિંચકી ફિલમથી કમબેક કરી રહી છે. સિદ્ધાર્થ મલ્હોત્રા ડાયરેક્ટેડ 
હિંચકી 23મી ફેબ્રુઆરીએ રિલિઝ થવાની છે. 
રાની મુખરજી અમદાવાદની મહેમાન બનતા તેના કાર્યક્રમના સ્થળે મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડયા હતા. ચાહકોએ રાની મુખરજીની એક ઝલક મેળવવા પડાપડી કરી હતી. જોકે, રાની મુખરજીએ મોટી સંખ્યામાં આવેલા ચાહકોને જોઇને ખુશીની લાગણી વ્યક્ત કરી હતી અને તેણે ચાહકોનું અભિવાદન કર્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer