ભાઈંદરમાં ઉત્તરાયણમાં ઘાયલ થતાં પક્ષીઓની સારવાર માટે યોજાશે કૅમ્પ

ભાઈંદરમાં ઉત્તરાયણમાં ઘાયલ થતાં પક્ષીઓની સારવાર માટે યોજાશે કૅમ્પ
મુંબઈ, તા. 12 : જૈન એલર્ટ ગ્રુપ ભાઈંદર (વેસ્ટ) દ્વારા ઉત્તરાયણ દરમિયાન માંજાથી ઈજા પામતાં પક્ષીઓને બચાવવા માટે જીવદયા કેમ્પનું આયોજન કરવામાં
આવ્યું છે. પરમ પૂ. યુવા હૃદયસમ્રાટ આચાર્યદેવ હેમરત્નસૂરિશ્વરજી મહારાજ સાહેબ પ્રેરિત અને પદ્મભૂષણ પ.પૂ. આચાર્યદેવ રત્નસુંદરસૂરિશ્વરજી મહારાજના માર્ગદર્શનથી જૈન એલર્ટ ગ્રુપ જીવદયાનાં કાર્યો કરી રહ્યું છે. ભારતભરમાં જૈન એલર્ટ ગ્રુપની 250થી વધારે શાખાઓ છે અને 25,000 યુવા કાર્યકર્તાઓ છે.
ડૉ.  સાગર મહેશ સોનવને તથા ડૉ. નીકિતા નરેન્દ્ર દેશમુખ, ડૉ. પ્રભાકર શિવાજી ઉકાલે ઉપસ્થિત રહી ઘાયલ પક્ષીઓને સારવાર આપશે. 
ભાઈંદર વેસ્ટમાં 70 જેટલા જૈન એલર્ટ ગ્રુપના સ્વયંસેવકો  સેવા આપશે.  આ કાર્યમાં સ્વયંસેવકો સાથે ગિરીશભાઈ વારૈયા, કલ્પેશભાઈ નાગડા, મિત્તલ શાહ, કુણાલ મહેતા, રાજકુમાર શાહ તથા ચિરાગ (જીગી) શાહ કાર્ય બજાવશે. શનિવાર, 13 જાન્યુઆરીએ જીવદયા કેમ્પનું ઉદ્ઘાટન ભાઈંદર પોલીસ ઈન્ચાર્જ કાંબલેસાહેબના હસ્તે કરવામાં આવશે.  
ઘાયલ પક્ષીઓ અંગે માહિતી આપવા માટે મો.નં. ગિરીશ વારૈયા - 9322441949 અને મિત્તલ શાહ - 8082438134નો સંપર્ક સાધવો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer