ઈસરોએ દેશનો 100મો ઉપગ્રહ કોર્ટોસેટ-2 લોન્ચ કરી નવો ઈતિહાસ આલેખ્યો

ઈસરોએ દેશનો 100મો ઉપગ્રહ કોર્ટોસેટ-2 લોન્ચ કરી નવો ઈતિહાસ આલેખ્યો
શ્રીહરિકોટા, તા. 12 (પીટીઆઈ): ઈસરોએ આજે ભારતનો 100મો ઉપગ્રહ લોન્ચ કરીને નવો ઈતિહાસ આલેખ્યો હતો. અહીંના પોલાર સેટેલાઈટ લોન્ચ વ્હિકલ (પીએસએલવી) સી-40 પરથી ઈસરોએ પૃથ્વીના નિરીક્ષણ માટેનો અને પાકિસ્તાન સહિતના દુશ્મન દેશો પર નજર રાખી શકે એવા 710 કિલોગ્રામના કોર્ટોસેટ-2 સહિત ભારતના 3 તેમજ અન્ય દેશોના 28 ઉપગ્રહ એમ કુલ્લ 31 સેટેલાઈટ એક સાથે લોન્ચ કરીને વધુ એક કીર્તિમાન સ્થાપ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઈસરોની ટીમને અભિનંદન આપ્યાં હતાં. 
ઈસરોની સફળતાથી રઘવાયા બનેલા પાકિસ્તાને દાવો કર્યો હતો કે બેવડી પ્રકૃતિ સાથેના ઉપગ્રહથી પ્રાદેશિક સ્થિરતા પર નકારાત્મક અસર થશે. 
ઈસરો દ્વારા ગયા વર્ષે ફેબ્રુઆરીમાં એક સાથે 104 સેટેલાઈટ મોકલવાનો વિક્રમ પણ સર્જવામાં આવ્યો હતો.
ઈસરો તરફથી પીએસએલવી સી-40 રોકેટ મારફતે આજે લોન્ચ કરવામાં આવેલા 31 સેટેલાઈટ પૈકી 28 વિદેશી ઉપગ્રહ છે. જેમાં કેનેડા, ફિનલેન્ડ, ફ્રાન્સ, દક્ષિણ કોરિયા, બ્રિટન અને અમેરિકાનો સમાવેશ થાય છે. પીએસએલવી સી-40 મારફતે કુલ્લ 1323 કિલોના સેટેલાઈટ લોન્ચ કરવામાં આવ્યા હતા. જેમાં કોર્ટોસેટ-રનું વજન 710 કિલોગ્રામ હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે બાકીના 30 સેટેલાઈટનું વજન 613 કિલો હોવાનું જાણવા મળ્યું છે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer