ત્રિકોણીય શ્રેણીમાં ઝિમ્બાબ્વે સામે શ્રીલંકાનો વિજય


ઢાકા, તા.21: ત્રિકોણીય વનડે શ્રેણીના આજના મેચમાં શ્રીલંકાએ સતત બે હાર બાદ આજે જીત મેળવી હતી. શ્રીલંકાએ ઝિમ્બાબ્વેને 5 વિકેટે હાર આપી હતી. ઝિમ્બાબ્વેનો 198 રનનો સ્કોર શ્રીલંકાએ 31 દડા બાકી રાખીને 44.5 ઓવરમાં 5 વિકેટે 202 રન કરી જીત મેળવી હતી.
શ્રીલંકા તરફથી કુશાલ પરેરાએ -49, મેન્ડિસે- 36, સુકાની ચંદિમાલે 38 અને તિસારા  પરેરાએ  અણનમ 39 રન 3 છક્કાથી કર્યાં હતા. આ પહેલા ઝિમ્બાબ્વેની ટીમ 44 ઓવરમાં 198 રને ઓલઆઉટ થઇ હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer