મલાલાને પસંદ આવી `પેડમેન'', પાકિસ્તાનીઓ થયા નારાજ

મલાલાને પસંદ આવી `પેડમેન'', પાકિસ્તાનીઓ થયા નારાજ
 
ઈસ્લામાબાદ, તા. 21 : નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા પાકિસ્તાની સામાજિક કાર્યકર્તા મલાલા યુસુફઝાઈએ અક્ષય કુમારની આગામી ફિલ્મ `પેડમેન'નું જાહેરમાં સમર્થન કર્યું છે. જો કે, પાકિસ્તાની સોશિયલ મીડિયા વપરાશકર્તાઓ મલાલા પર ઊકળી ઊઠયા હતા.
મલાલાએ `ધ ઓક્સ્ફર્ડ યુનિયન' દરમ્યાન અક્ષયની પત્ની અને ફિલ્મની નિર્માતા ટ્વિંકલ ખન્ના સાથે મુલાકાત પણ કરી હતી.
મલાલાએ જણાવ્યું હતું કે, તે પેડમેન નિહાળવા ઉત્સુક છે. ફિલ્મનો સંદેશ ઘણો જ પ્રેરણાદાયક છે. આ ઉપરાંત મલાલાએ ટ્વિંકલ અને ફિલ્મની ટીમ સાથે પેડ પકડીને એક ફોટો પણ પડાવ્યો હતો.
જો કે, પાકિસ્તાનના સોશિયલ મીડિયા યુઝર્સ મલાલા પર નારાજ થયા હતા. તેઓએ ભારતીય ફિલ્મનો પ્રચાર કરવા બદલ મલાલાની ટીકા કરી હતી. એક વ્યક્તિએ લખ્યું હતું કે, મલાલાએ પાકિસ્તાન માટે કશું કર્યું નથી. જો તેને સાચે જ પાકિસ્તાન પર પ્રેમ હોય તો અહીંની સંસ્કૃતિ અને અહીંની ફિલ્મોનો પ્રચાર કરવો જોઈએ.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer