ઓમપ્રકાશ રાવત નવા મુખ્ય ચૂંટણી કમિશનર નિમાયા

ઓમપ્રકાશ રાવત નવા મુખ્ય ચૂંટણી કમિશનર નિમાયા

નવી દિલ્હી, તા. 21 (પીટીઆઈ): ચૂંટણી કમિશનર ઓમપ્રકાશ રાવતની આજે આગામી મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક કરાઈ હતી. આવતી કાલે નિવૃત્ત થઈ રહેલા એ. કે.  જોતીના તેઓ અનુગામી બનશે, એમ કાયદા મંત્રાલયે આજે જણાવ્યું હતું.
ભૂતપૂર્વ નાણાસચિવ અશોક લાવાસાની પણ ચૂંટણી કમિશનર તરીકે સરકારે નિમણૂક કરી હતી. આવતી કાલે એ. કે. જોતીની નિવૃત્તિ બાદ ત્રણ સભ્યના ચૂંટણી પંચમાં એક જગ્યા ખાલી પડવાની હોવાથી લાવાસાની નિમણૂક કરાઈ હતી. સુનીલ અરોરા અન્ય ચૂંટણી કમિશનર છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer