મુંબઈ મેરેથોનમાં ઈથિયોપિયાનું પ્રભુત્વ

મુંબઈ મેરેથોનમાં ઈથિયોપિયાનું પ્રભુત્વ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 21 : આજે 405,000 અમેરિકન ડૉલરની તાતા મુંબઈ મેરેથોનમાં ઈથીયોપિયાના રનર સોલોમોન દેકસિસા અને અમાને ગોળેનાએ અનુક્રમે પુરુષ અને મહિલા વિભાગનું ટાઇટલ જીતીને બેવડી સિદ્ધિ મેળવી હતી. 20 વર્ષમાં દેકસિસાએ 35 કિમી પછી ઝડપ વધારીને અને પોતાના સાથી ખેલાડીને સાંકડી સરસાઈથી હરાવ્યો હતો. દેકસિસારે 2:08: 35ના વિક્રમ કરતાં ધીમું દોડીને બે કલાક નવ મિનિટ 34 સેકન્ડનો સમય નોંધાવ્યો હતો. શુમેતે છેલ્લા સાત કિલોમીટરમાં દેકસિસાને હરાવવાનો જોરદાર પ્રયાસ કર્યો હતો. શુમેતે 2:10:00નો સમય નોંધાવ્યો હતો. ગયા વર્ષે બીજા ક્રમાંકે આવનાર કેન્યાના જોશુઆ કિપકોરિર 2:10:30નો સમય નોંધાવીને ત્રીજો આવ્યો હતો.
ગોળેનાએ 2:25:49ને સમય નોંધાવીને આસાનીથી મહિલા મેરેથોન જીતી લીધી હતી. ગયા વર્ષની વિજેતા કેન્યાની બોર્નેસ કીતુર 2:28:48 સેકન્ડમાં સમય સાથે બીજી તથા ઈથીયોપિયાની શુમો ગોર્નમાં 2:29:41માં સમય સાથે ત્રીજી આવી હતી.
બન્ને વિભાગોના વિજેતાને 42,000 અમેરિકન ડૉલરનું ઇનામ મળ્યું હતું.
2:06:22નો શ્રેષ્ઠ સમય ધરાવનાર દેકસિસાએ મરીન ડ્રાઇવના ટર્ન પછી પોતાની સ્પીડ વધારી હતી. તેણે કહ્યું હતું કે મને વિજયની અપેક્ષા હતી. મુંબઈમાં પ્રથમ વિજય મેળવ્યા બાદ મને બીજી રેસમાં ભાગ લેવાનું પ્રોત્સાહન મળશે. શુમંત મારી પાછળ અને થોડો જ દૂર હતાં. આથી છેલ્લા 700 મીટરના ટર્નનો ખ્યાલ  આવ્યો નહોતા.
ગયા નવેમ્બરમાં ચીનમાં એશિયન મેરેથોન જીતનાર ગોપી થોનકલાલ અને લશ્કરના જ જિતેન્દ્ર સિંહ રાવત 11 અને 12મા સ્થાને આવ્યા હતા. ગોપીએ 2:16:51 અને રાવતે 2:16:54નો સમય નોંધાવ્યો હતો. રાવતે કહ્યું હતું કે મેરેથોનના મધ્ય ભાગના ઉકળાટ વધ્યો હતો. અને મારા પગના ગોટલા ચડી ગયા હતા.
મહિલા વિભાગમાં ભારતીયોમાં ટોચમાં સુધા સિંહ (2:48:32), જ્યોતી ગાવતે (2:50:47) અને પારૂલ ચૌધરી આવી હતી. પ્રદીપ સિંહે 1:05:42ના સમય સાથે હાફ મેરેથોન જીતી હતી.  શંકરમાન થાપા બીજે અને દીપક કુંભાર ત્રીજો આવ્યો હતો.
મહિલાઓની હાફ મેરેથોનમાં સંજીવની જાધવ (1:26:24), પ્રથમ, મોનિકા અતારે (1:27:15) બીજી અને જુમા ખાતુન (1:27:48) ત્રીજી આવી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer