ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમ વખત રાષ્ટ્રપતિ ઉપસ્થિત

ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમ વખત રાષ્ટ્રપતિ ઉપસ્થિત

અબ્દુલ કલામ સ્પેસ સાયન્ટિસ્ટ, નરેન્દ્ર મોદી સોશિયલ સાયન્ટિસ્ટ : રામનાથ કોવિન્દ

અમદાવાદ,તા. 21 : ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કાવિંદે જણાવ્યું છે કે જીવનમાં લક્ષ્ય નિર્ધારિત કરી પૂરી નૈતિકતાથી અને ઇમાનદારીથી પ્રયત્ન કરવામાં આવે તો તે કદાપી નિરર્થક નહીં નીવડે. ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસમાં પદવીદાન સમારોહમાં આ પ્રથમ વખત છે કે, દેશના રાષ્ટ્રપતિ ઉપસ્થિત રહ્યા છે.
રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, અમદાવાદને દેશમાં સૌ પ્રથમવાર યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સીટીનું બિરુદ મળ્યું છે તે દેશ માટે ગર્વ અને આનંદની વાત છે. અમદાવાદને આ બિરુદ આપસી સૌહાર્દ, પુરાતન ધરોહર સાથે રાષ્ટ્રપિતા ગાંધીજીના નેતૃત્વમાં અમદાવાદ આહિંસાનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે તે પણ છે તેમ જણાવ વિદ્યાર્થીઓને સામાજિક સૌહાર્દ અને આહિંસા જીવનમાં ઉતારવા સાથે તેનો પ્રચાર-પ્રસાર કરવા પણ અનુરોધ કર્યો હતો.
અમદાવાદની ધરતી પર તાજેતરના વર્ષોમાં ચીન, જાપાન અને ઇઝરાયેલના રાષ્ટ્રવડાઓ આવી ચુક્યા છે તેમ જણાવી તેમણે કહ્યું કે, અહીં આવનાર મહાનુભાવો અમદાવાદની સંસ્કૃતિ-વિરાસતને જોઇ પ્રભાવિત થાય ચે તે સાથે અહીં વિકાસનું જે વાતાવરણ છે તે પણ તેઓને આકર્ષિત કરે છે તેથી જ ગુજરાત દેશમાં વિકસિત રાજ્ય તરીકે રાષ્ટ્રમાં અગ્રેસર છે.
તેમણે ડો. અબ્દુલ કલામ જો સ્પેશ સાયન્ટીસ્ટ છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોશિયલ સાયન્ટીસ્ટ છે તેમ જણાવી કહ્યું કે, ગુજરાત યુનિવર્સિટી માટે આનંદની વાત છે કે, વડાપ્રધાન આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી ચુક્યા છે તો, ડો. અબ્દુલ કલામ આ કર્મભૂમિમાં બે વર્ષ સુધી સંશોધન કાર્ય કરી ચુક્યા છે. આ બંનેએ સામાન્ય પરિવારમાંથી આવતું વ્યક્તિત્વ છે અને છતાં બંને ઊંચાઈ પર પહોંચ્યા છે તેમાંથી પ્રેરણા લેવા તેમણે વિદ્યાર્થીઓને આહવાન કર્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer