3857 ગેરકાયદે બાંધકામ વિરુદ્ધ કાર્યવાહી ન કરવા બદલ પાલિકા પર પસ્તાળ

 
મુંબઈ, તા. 21 : બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (બીએમસી) પર 3857 ગેરકાયદે બાંધકામો પર કાર્યવાહી ન કરવા બદલ પસ્તાળ પડી છે. વિવિધ અદાલતોએ આપેલા મનાઈહુકમને લીધે આ બાંધકામો પાલિકાના હથોડાથી બચી શક્યા છે.
પાલિકાના અધિકારીના જણાવ્યા પ્રમાણે 3857 કેસમાં વિવિધ અદાલતોએ તેમની સામે કાર્યવાહી કરવા પર મનાઈહુકમ આપ્યો છે. એક વાર પાલિકા ગેરકાયદે બાંધકામની ફરિયાદ આપે ત્યાર બાદ તેમના માલિકો વિરુદ્ધ કાર્યવાહી ન થાય એ માટે અદાલતોમાં જઈને સ્ટે અૉર્ડર લઈ આવે છે. વર્ષો સુધી આ  કેસ કોર્ટમાં લટકેલા હોવાથી ડિમોલિશન કાર્યવાહીમાં મોટી અડચણ સર્જાય છે. કોર્ટમાં ગેરકાયદે બાંધકામોના 6000 કેસ છે અને આમાંથી 3857 કેસમાં સ્ટે આપાયાં છે. આમ, ગેરકાયદે ઝૂંપડપટ્ટી, ઘર, મકાન, ધર્મસ્થળ અને હોટેલના કેસોનો સમાવેશ થાય છે.
ડેપ્યુટી મ્યુનિસિપલ કૉર્પોરેશન નિધિ ચૌધરી કહ્યું હતું કે હવે અમે એ વાતનું વિશ્લેષણ કરીશું કે શા માટે આટલા લાંબા સમયથી આ કેસો કોર્ટમાં પેન્ડિંગ છે. શા માટે મનાઈહુકમ ઉઠાવી લેવા માટે પ્રયાસો કરાયા નથી. કેસમાં ફોલોઅપ ન કરનાર લાગતાવળગતા અધિકારીઓ સામે કામ ચલાવવામાં આવશે. કેસોનો ઝડપી નિવેડો લાવવા પાલિકાએ 100સિનિયર વકીલોની સેવા ભાડે લીધી છે. પાલિકા 100 વકીલોની એક પૅનલની રચના કરવા પણ વિચારી રહી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer