ઘરનો કબજો આપવામાં છ મહિનાથી વધુ વિલંબ મહારેરા ચલાવી લેશે નહીં

 
મુંબઈ, તા. 22 : ફ્લેટનો કબજો આપવામાં થતા વિલંબ માટે બીલ્ડર જીએસટી, ડિમોનેટાઈઝેશન અથવા મંજૂરીઓ સમયસર નહીં મળી રહ્યાના કારણો આગળ ધરે તો ત્યારે કબજો આપવામાં છ માસનો વિલંબ સ્વીકાર્ય બની રહી શકે, પણ આ સમયગાળા કરતા વધુ સમય લાગે તો ડેવલપરે ઘર ખરીનારને વ્યાજની ચુકવણી કરવાની રહેશે, એમ મહારાષ્ટ્ર રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી અૉથોરિટીએ આવી જ એક સુનાવણી એટલે કે કબજો આપવામાં કરાયેલા એક વર્ષના વિલંબ કારણે બીલ્ડરને સત્તાવાળા સમક્ષ ખેંચવામાં આવ્યો હતો. છએક ઘર ખરીદનારાઓએ બોરીવલીમાં ગુંડેચા ટ્રિલિયમ પ્રોજેક્ટ બાંધી રહેલા સી પ્રીન્સેસ રિયલ્ટી સામે મહારેરાનો સંપર્ક સાધ્યો હતો અને બીલ્ડરે ચુકવણીની રકમના 91 ટકા પણ લઈ લીધી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer