કાંદાના એમઈપી ભાવમાં ટનદીઠ 150 ડૉલર ઘટાડાયા

 
નવી દિલ્હી, તા. 22 : સરકારે કાંદાના લઘુતમ નિકાસ ભાવમાં (એમઈપી) ટનદીઠ 150 ડૉલરનો ઘટાડો કર્યો છે. આમ રસોઈમાં થતા તેના મોટા વપરાશ સામે તેની કડક ભાવ સ્થિતિ હળવી કરવાના આ થકી સરકારે પ્રયાસ કર્યો છે.
આમ કાંદાનો એમઈપી ટનદીઠ 850 ડૉલરથી ઘટાડાયીને 700 ડૉલર કરાયો છે. અગાઉ ડિસેમ્બર 2005માં કાંદાની એમઈપી સિસ્ટમ ઉઠાવી લેવાઈ હતી, પણ ફરી નવેમ્બર 2017માં ભાવ સપાટીને અંકુશમાં રાખવા ફરી આ સિસ્ટમ અમલી બનાવાયી હતી. તે સમયે મોટા ભાગના શહેરોમાં કાંદાનો બજારભાવ કિલોદીઠ રૂા. 50-65 બોલાતો હતો.
કાંદાનો ટનદીઠ 850 ડૉલરનો એમઈપી 20 જાન્યુ. સુધી અમલમાં હતો. હવે કાંદામાં 20 ફેબ્રુઆરી સુધી નિકાસ છૂટ ટનદીઠ 700 ડૉલરની એમઈપી થકી જ કરી શકાશે, એમ મંત્રાલયના પરિપત્રમાં જણાવાયું છે. ગ્રાહક બાબતોના વિભાગના ભાવ નિયમન સેલના જણાવ્યા મુજબ શહેરોમાં કાંદાનો છૂટક ભાવ કિલો દીઠ રૂા. 40  છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer