ભાયંદર-નાયગાંવ સી-લિન્કની કામગીરી ઝડપી કરવા MMRDAને મુખ્ય પ્રધાનની તાકીદ

 
મુંબઈ, તા. 22 : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને મુંબઈ મેટ્રોપોલીટન રિજન ડેવલપમૅન્ટના વડા દેવેન્દ્ર ફડણવીસે 5 કિ.મી. લાંબો ભાયંદર-નાયગાંવ સી-લિન્કનું બાંધકામ ઝડપી કરવા આદેશ આપ્યો છે, એમ એમએમઆરડીએના અધિકારીઓએ જણાવ્યું હતું અને આ પ્રોજેક્ટ માટે જુલાઈ, 2018 સુધીમાં બીડ્સ મગાવવાની તાકીદ પણ કરી છે.
એમએમઆરડીએના અધિકારીએ જણાવ્યું હતું કે પ્રોજેક્ટ માટેનો આખરી અહેવાલ તૈયાર કરી દેવાયો છે, પણ વન વિભાગની અને સોલ્ટ પૅન કમિશનરની મંજૂરીની રાહ જોવાઈ રહી છે.
અને આ મંજૂરી મે, 2018 સુધીમાં મળી જવાની ધારણા રાખીએ છીએ અને વર્ષાન્ત સુધીમાં તેનું બાંધકામ શરૂ કરી દઈશું અને એકવાર આ કામગીરી શરૂ કરાશે પછી પ્રોજેક્ટ પૂરો થવામાં ત્રણ વર્ષનો સમય લાગશે, એમ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer