જ્યેષ્ઠ નેતાઓને માર્ગદર્શક બનાવાશે આદિત્ય ઠાકરેને પ્રમોશન મળશે

જ્યેષ્ઠ નેતાઓને માર્ગદર્શક બનાવાશે આદિત્ય ઠાકરેને પ્રમોશન મળશે
 
મુંબઈ, તા. 22 : આગામી લોકસભા અને વિધાનસભા ચૂંટણીની પાર્શ્વભૂમિકા પર સંગઠનાત્મક સ્તરે શિવસેનાના મોટા પાયે બદલ થવાના છે. યુવાસેના અધ્યક્ષ આદિત્ય ઠાકરેને શિવસેના નેતાપદે કે મંત્રીપદે બઢતી આપવામાં આવશે, જ્યારે મનોહર જોશી, લીલાધર ડાકે, સુધીર જોશી જેવા જ્યેષ્ઠ નેતાઓને માર્ગદર્શકની જવાબદારી સેંપવામાં આવશે એવી ચર્ચા છે. આવતીકાલે મળનારી શિવસેનાની રાષ્ટ્રીય કારોબારી સમિતિની બેઠકમાં આ ઘોષણા થવાની શક્યતા છે. શિવસેનાના નેતા સુભાષ દેસાઈ પરનો મુખ્ય પ્રધાનપદનો ભાર હળવો કરીને તેમને સંગઠન બાંધણીના મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવશે એવી પણ ચર્ચા છે.
આ ઉપરાંત થાણે પાલિકા અને જિલ્લા પરિષદની ચૂંટણીમાં શિવસેનાને માટે સફળતા મેળવી આપનાર સાર્વજનિક બાંધકામ પ્રધાન એકનાથ શિંદેને પણ શિવસેના નેતાપદે બઢતી આપવામાં આવશે એવી શક્યતા છે.
વરલીના સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમમાં શિવસેનાની મળનારી આ બેઠક ખૂબ જ અગત્યની માનવામાં આવે છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer