મુંબઈ મેરેથોનમાં પ્લાસ્ટિકની બાટલીઓ, ગ્લાસનો ઢગલો

મુંબઈ મેરેથોનમાં પ્લાસ્ટિકની બાટલીઓ, ગ્લાસનો ઢગલો

મુંબઈ, તા. 22 : નરીમાન પૉઈન્ટથી બાંદરા દરમિયાન જુદા જુદા તબક્કામાં આયોજિત કરવામાં આવેલી `મુંબઈ મેરેથોન'ને લઈ મેરેથોનના રૂટ પર ઠેર ઠેર બાટલીઓ અને અન્ય કચરાનો ઢગલો થયો હતો. પાલિકાના ઘનકચરા ખાતાએ લગભગ ચાર કૉમ્પેક્ટરમાં આ કચરો ભેગો કર્યો છે. કચરામાં પીવાના પાણીની બાટલીઓ, ગ્લાસો અને અન્ય પ્લાસ્ટિકની વસ્તુ પુનર્ક્રિયા કેન્દ્રમાં મોકલવામાં આવશે એવી માહિતી પાલિકા અધિકારીઓએ આપી છે.
 મેરેથોન પછી ઘનકચરા મૅનેજમેન્ટ વિભાગના સફાઈ કર્મચારીઓ દ્વારા તત્કાળ નરીમાન પૉઈન્ટથી બાંદરા વાયા છત્રપતિ શિવાજી ટર્મિનસ પરિસરમાં સાફસફાઈ હાથ ધરવામાં આવી હતી. લગભગ ચાર કૉમ્પેક્ટર ભરીને કચરો એકઠો કરવામાં આવ્યો હતો.
એક કૉમ્પેક્ટરમાં લગભગ છ ટન કચરો સમાવી શકાય છે, પરંતુ પ્લાસ્ટિકની બાટલીઓ, ગ્લાસ વજનમાં હલકાં હોવા છતાં તે અધિક જગ્યા રોકતા હોય છે. તેને લઈ લગભગ 
15થી 18 ટન કચરો એકઠો થયો હોવાનો પાલિકા અધિકારીનો અંદાજ છે. મેરેથોન રૂટ પર જેવી સ્પર્ધા પૂરી થઈ ત્યાર પછી રસ્તા પર કચરો વીણનારાઓ પણ ત્યાં ઊતરી પડયા હતા અને તેઓએ ચંપલ-બૂટ અને પ્લાસ્ટિકની કેટલીક ચીજવસ્તુઓ પણ ભેગી કરી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer