બેડ લોન્સનું વેચાણ કરવા માટે અૉનલાઈન પ્લૅટફૉર્મની હિમાયત કરતા વીરલ આચાર્ય

બેડ લોન્સનું વેચાણ કરવા માટે અૉનલાઈન પ્લૅટફૉર્મની હિમાયત કરતા વીરલ આચાર્ય
મુંબઈ, તા.22 : વધુ પારદર્શકતા અને સારો ભાવ મેળવવા માટે અમેરિકાની જેમ બેડ લોન્સનું વેચાણ કરવા માટે રિઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) ઓનલાઈન ટ્રેડિંગ પ્લેટફોર્મ શરૂ કરવાની વિચારણા કરી રહી છે.
આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર વીરલ આચાર્યનું માનવું છે કે બેડ લોન્સનું વેચાણ કરવા માટે ઓનલાઈન ટ્રેડિંગ પ્લેટફોર્મ મદદરૂપ થશે, તેથી તેમણે દરેક હિસ્સાધારકને સાથે મળીને મિકેનિઝમ ડેવલપ કરવા માટે પણ જણાવ્યું છે. બૅન્કિંગ પ્રણાલીમાં સપ્ટેમ્બર અંત સુધીમાં રૂા.10 લાખ કરોડ કરતાં પણ વધુ બેડ લોન્સ છે. બિન-ઉપજાઉ લોનમાં નોંધપાત્ર વધારો થતા આરબીઆઈએ જૂન મહિનાથી 40 જેટલાં ખાતાઓને શોધી કાઢ્યાં છે અને બૅન્કોને જણાવ્યું છે કે કરજની પુન:પ્રાપ્તિ કરવા માટે વિવિધ ટ્રિબ્યુનલમાં મોકલવામાં આવે. 
આ 40 ખાતામાં એસ્સાર સ્ટીલ, ભૂષણ સ્ટીલ, ભૂષણ પાવર, એમટેક ઓટો, વિડિયોકોન ઈન્ડસ્ટ્રીઝ અને જેપી ઈન્ફ્રાનો 
પણ સમાવેશ છે, જેમની કુલ 
બેડ લોનમાં 40 ટકા જેટલો હિસ્સો છે. 
તાજેતરમાં જાહેર થયેલા આર્થિક સધ્ધરતા સંદર્ભેના અહેવાલમાં આરબીઆઈએ ચેતવણી આપી છે કે માર્ચ સુધીમાં બેડ લોન 
વધીને 10.8 ટકા અને સપ્ટેમ્બર 2018 સુધીમાં 11.1 ટકા થઈ  શકે છે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer