રાકેશ શર્મા પરની બાયોપિકમાં આમિરને બદલે શાહરુખ ખાન

રાકેશ શર્મા પરની બાયોપિકમાં આમિરને બદલે શાહરુખ ખાન
નવા વર્ષ એટલે કે 2018ના એક કાસ્ટિંગ કાઉચમાં એક ફિલ્મ જેમાં આમિર ખાન અને પ્રિયંકા ચોપરા મુખ્ય કલાકારો તરીકે ચમકવાના હતા. પરંતુ વિધીને કંઈક જુદું જ પસંદ હતું અને તેથી આમિર ખાને અવકાશયાત્રી રાકેશ શર્મા પરની બાયોપિકવાળી આ ફિલ્મ નહીં કરવાનો નિર્ણય લીધો અને તેને બદલે `મહાભારત' પરથી ફિલ્મ બનાવવાનું વિચાર્યું.
જોકે, તેણે આ બાયોપિક પડતી મૂકવાનો લાભ થયો શાહરુખ ખાનને પરંતુ ત્યાર સુધીમાં ફિલ્મની હીરોઇન પ્રિયંકા ચોપરાએ પણ તેમાંથી નીકળી જવાનો નિર્ણય લઈ લીધો. જાણકાર સૂત્રોના મતે પ્રિયંકા ચોપરાને જેવી ખબર પડી ગઈ કે ફિલ્મમાં આમિરના સ્થાને શાહરુખ આવવાનો છે કે તેણે તુરત જ આ બાયોપિકને રામરામ કહી દીધા હતા. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer