રાજુ હિરાણીની આગામી ફિલ્મમાં વરુણ?

રાજુ હિરાણીની આગામી ફિલ્મમાં વરુણ?
રાજકુમાર હિરાણી આજકાલ તેમની લેટેસ્ટ ફિલ્મ જે સંજય દત્તની બાયોપિક છે અને જેનો હીરો છે રણબીર કપૂર, તેની રિલીઝની તડામાર તૈયારીમાં પડયા છે. જોકે, તેમણે પોતાની આગામી ફિલ્મનું પ્લાનિંગ કરી નાખ્યું છે. તેઓ વરુણ ધવનને હીરો તરીકે પોતાની આગામી ફિલ્મમાં લેશે.
વધુમાં અત્યાર સુધીની તમામ ફિલ્મો વિધુ વિનોદ ચોપરા સાથે મળીને નિર્માણ કરનારા રાજુ હિરાણી આ વખતે સ્વતંત્ર નિર્માતા બનશે. વરુણ ધવન-અભિનિત આ ફિલ્મનું શૂટિંગ જાન્યુઆરી-2019માં શરૂ થશે અને તે 2019ના અંતમાં રિલીઝ થશે. આનો અર્થ એમ થયો કે રાજુ હિરાણી શાહરુખ ખાનને અદ્ધર રાખી આ ફિલ્મનું આયોજન કરશે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer