હું લડાયક મિજાજ ધરાવું છું : કેટરીના

હું લડાયક મિજાજ ધરાવું છું : કેટરીના
વર્ષ 2017ના અંત ભાગમાં સલમાન ખાનની ફિલ્મ `ટાઇગ ઝીંદા હૈ' એ બૉક્સ અૉફિસ પર ટંકશાળ પાડી દેતાં તેની હીરોઇન કેટરીના કૅફ ફરી અખબારોના મથાળે ચમકી રહી છે, એટલું જ નહીં 2018માં પણ તેની અનેક મોટા સ્ટાર્સ સાથેની ફિલ્મો રજૂ થવાની છે જેમાં મુખ્યત્વે આમિર ખાન સાથેની `ઠગ્સ અૉફ હિન્દોસ્તાન' તેમ જ શાહરુખ ખાન સાથેની `ઝીરો' ફિલ્મો છે. `ઝીરો'માં શાહરુખ ઠીંગુજીના અનોખા કિરદારમાં જોવા મળશે.
આ પ્રસંગે કેટરીના કેફે જણાવ્યું હતું કે `હું સ્વભાવે ખૂબ જ આક્રમક છું અને લડાયક મિજાજ ધરાવું છું. હું `ટાઇગર ઝીંદા હૈ'ની સફળતાથી ખૂબ જ ખુશ છું વધુમાં `ઝીરો'માં શાહરુખની સાથોસાથ આદિત્ય ચોપરા પણ મારા માટે ખૂબ જ શુકનવંતા નિર્માતા પુરવાર થશે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer