બે વર્ષ બાદ હિન્દી ફિલ્મોમાં કાજોલનું પુનરાગમન

બે વર્ષ બાદ હિન્દી ફિલ્મોમાં કાજોલનું પુનરાગમન
અભિનેત્રી કાજોલનું લાંબા સમય બાદ રૂપેરી પરદા પર પુનરાગમન થઈ રહ્યું છે. તે નેશનલ એવૉર્ડ વિજેતા ફિલ્મમેકર પ્રદીપ સરકારની આગામી ફિલ્મમાં સીંગલ પેરન્ટની ભૂમિકામાં જોવા મળશે. કાજોલે છેલ્લે કરેલી હિન્દી ફિલ્મ હતી શાહરુખ ખાન અભિનિત 2015ની `િદલવાલે' હતી જ્યારે ગયા વર્ષે તે ધનુષ-સ્ટાટર તામિલ ફિલ્મ `વીઆઈપી-2'માં ચમકી હતી.
હવે એવા અહેવાલો મળી રહ્યા છે કે કાજોલ 24 જાન્યુઆરીથી `એલા' શીર્ષક ધરાવતી ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. જેનું નિર્માણ તેના અભિનેતા પતિ અજય દેવગન અને જયંતીલાલ ગડા કરી રહ્યા છે. કાજોલના લુક વિશે પ્રદીપ સરકારે કહ્યું હતું કે તે હંમેશાં સુંદર જ દેખાય છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer