કડોમપાના મેયર દેવળેકરને હાઈ કોર્ટે આપી રાહત

અમારા પ્રતિનિધિ તરફથી
કલ્યાણ, તા. 22 : કલ્યાણ-ડોંબિવલી મહાપાલિકાના મેયર રાજેન્દ્ર દેવળેકરને બૉમ્બે હાઈ કોર્ટે મોટી રાહત આપતા તેમની ચૂંટણી રદ કરવાના સેશન્સ કોર્ટના ચુકાદાને સ્ટે આપ્યો હતો.
મેયરનું નગરસેવક પદ રદ કરવામાં આવ્યું હતું. જોકે, આને તેમણે બૉમ્બે હાઈ કોર્ટમાં પડકારતાં તેણે સેશન્સ કોર્ટના જ ચુકાદાને રદ કર્યો હતો. પરિણામે 
રાજેન્દ્ર દેવળેકરે રાહતનો શ્વાસ લીધો હતો.
મેયર આજે કડોમપાના સદનમાં આવતા જ શિવસૈનિકોએ તેમનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. `જે લોકો મને રણાંગણમાં હરાવી 
શક્યા નથી તેઓ મારી વિરુદ્ધ ગમે તેટલા કાવતરાં કરે પણ સફળ નહીં થાય', એમ મેયર દેવળેકરે જણાવ્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer