યુવાન મરાઠી અભિનેતા પ્રફુલ ભાલેરાવનું ટ્રેન અકસ્માતમાં મૃત્યુ

યુવાન મરાઠી અભિનેતા પ્રફુલ ભાલેરાવનું ટ્રેન અકસ્માતમાં મૃત્યુ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 22 : જાણીતા મરાઠી ટીવી સિરિયલ `કુન્કુ'ને કારણે પ્રસિદ્ધિ મેળવનારા યુવાન અભિનેતા પ્રફુલ ભાલેરાવનું આજે સવારે ટ્રેન અકસ્માતમાં મરણ નીપજ્યું હતું. ભાલેરાવ આજે સવારે મલાડથી ગોરેગામ જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. તેમની ઉંમર 23 વર્ષ હતી. ભાલેરાવે તાજેતરમાં પ્રદર્શિત થયેલી મરાઠી ફિલ્મ `બારાયણ'માં પણ અભિનય આપ્યો હતો.
આ ઉપરાંત તેણે `તું માઝા સંગાથી', `નકોશી' અને `જ્યોતિબા ફૂલે' જેવી મરાઠી ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer