શહીદોનાં કુટુંબો માટે દાનનો વિક્રમ : 1 કલાકમાં 13 કરોડ જમા થયા

શહીદોનાં કુટુંબો માટે દાનનો વિક્રમ : 1 કલાકમાં 13 કરોડ જમા થયા
નવી દિલ્હી, તા. 22 : કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા શહીદોના પરિવારોની મદદ માટે શરૂ કરેલી `ભારત કે વીર' પોર્ટલ પર લોકોએ દાનની સરિતા વહાવી વિક્રમ સર્જ્યો છે.
`ભારત કે વીર' ગીતના લોન્ચિંગ દરમ્યાન કરાયેલી એક અપીલ બાદ માત્ર એક કલાકમાં શહીદોના કુટુંબો માટેના ભંડોળમાં 12.93 કરોડ રૂપિયાની માતબર રકમ દાન પેટે જમા થઇ ગઇ હતી.
`ભારત કે વીર' પોર્ટલનો હેતુ શહીદ પરિવારો માટે આર્થિક સહાય એકઠી કરવાનો છે. આ માધ્યમ દ્વારા કોઇપણ નાગરિક શહીદો માટે મદદ કરી શકે છે.
લોકોની આ કલ્પનાથી વધુ પ્રતિક્રિયાથી ઉત્સાહિત અભિનેતા અક્ષયકુમારે ટ્વિટ કર્યું હતું કે, આપણા દેશના શહીદ જવાનોની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે.
દિલ્હીના તીનમૂર્તિ ભવનમાં લોન્ચ કરાયેલા `ભારત કે વીર' ગીતને કૈલાસ ખેરે અવાજ આપ્યો છે. ગૃહમંત્રી રાજનાથસિંહ, ગૃહરાજ્યમંત્રી કિરણ રિજિજુ  સહિત નેતા ઉપસ્થિત રહ્યા હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer