દાવોસમાં ન્યૂ ઇન્ડિયાની તસવીર રજૂ કરશે વડા પ્રધાન મોદી

દાવોસમાં ન્યૂ ઇન્ડિયાની તસવીર રજૂ કરશે વડા પ્રધાન મોદી
દાવોસ, તા. 22 : સ્વિત્ઝરલેન્ડના દાવોસમાં વિશ્વ આર્થિક મંચનું અધિવેશન યોજાવાનું છે. આ કાર્યક્રમમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ન્યુ ઈન્ડિયા અને નમો મંત્રની તસવીર રજૂ કરશે. વિશ્વ આર્થિક મંચના કાર્યક્રમમાં સામેલ થઈ મોદી ઉદ્ઘાટન સમારોહમા સંબોધન કરવાના છે. આ સંબોધનમાં દુનિયા સમક્ષ ભારતીય અર્થવ્યવસ્થા, રોકાણ અને આર્થિક નિતીઓની વાત કરશે. કાર્યક્રમમાં  દાવોસ પહોંચીને સ્વિત્ઝરલેન્ડના વડાપ્રધાન સાથે મુલાકાત થઈ હતી અને મોડી રાત્રે ભારતનો સ્વાગત સમારોહ બાદ વરિષ્ઠ સીઈઓ સાથે બેઠકનું આયોજન છે. બે દશકા બાદ ભારતીય વડાપ્રધાન વિશ્વ આર્થિક મંચના કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે. દાવોસ માટે રવાના થતા પહેલા મોદીએ ટ્વીટ કરીને એજન્ડા સ્પષ્ટ કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે, તેઓ દાવોસમાં આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ ભારતના ભવિષ્યની વ્યુહરચના રજૂ કરશે. મોદીએ અત્યારની અને ભવિષ્યમાં ઉભા થનારા આર્થિક પડકારો મામલે વિશ્વ ગંભીરતાથી ધ્યાન આપે તેના ઉપર પણ ભાર મુક્યો હતો.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer