જજ લોયા મૃત્યુ કેસ : અમિત શાહનું નામ ઉખેળવા બદલ સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢી

નવી દિલ્હી, તા. 22 : સીબીઆઈના વિશેષ જજ બી. એચ. લોયાના મૃત્યુને લગતી અરજીઓમાં ઉઠાવાયેલા મુદ્દા `ગંભીર' તરીકે સુપ્રીમ કોર્ટે ઓળખાવ્યા હતા, પરંતુ આ કેસમાં ભાજપના પ્રમુખ અમિત શાહનું નામ ઉખેળવા બદલ સિનિયર વકીલ દુષ્યંત દવેને ઠમઠોર્યા હતા. બૉમ્બે હાઈ કોર્ટમાં જનહિત અરજી નોંધાવનારી મુંબઈના વકીલોની સંસ્થા વતી હાજર રહેલા દવેએ જ્યારે એવો આક્ષેપ કર્યો કે અમિત શાહને બચાવવા માટે બધું કરાઈ રહ્યું છે ત્યારે ખંડપીઠ ચિઢાઈ હતી.
મહારાષ્ટ્ર સરકાર વતી હાજર થયેલા સિનિયર ઍડ્વોકેટ હરીશ સાળવેએ આ મુદ્દે જોરદાર વિરોધ વ્યક્ત કર્યો ત્યારે ખંડપીઠે કહ્યું હતું કે, અત્યાર સુધી આ કુદરતી મૃત્યુ છે. તેથી નિંદા નહીં કરો.
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર મામલાની સુનાવણી કરી રહેલા ખાસ સીબીઆઈ જજ લોયાના મૃત્યુની તપાસ માગતી અરજીઓની સુનાવણી મુખ્ય ન્યાયમૂર્તિ (સીજેઆઈ) દિપક મિશ્રાના વડપણ હેઠળની 3 જજની બેન્ચે આજથી શરૂ કરી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer