મેન્થોલના ભાવમાં માલખેંચથી ઉછાળો

અમારા પ્રતિનિધિ તરફથી  મુંબઈ, તા. 23 : મેન્થોલમાં હાજર માલની અછત વચ્ચે નિકાસમાં પૂછપરછ નીકળતાં ભાવ  છેલ્લા એકાદ મહિનામાં કિલોદીઠ રૂા. 300-400 વધીને રૂા. 2500-2600 થઈ ગયો છે.  ઉત્તર પ્રદેશમાં પાક લેવાતા મેન્થાનો ભાવ મહિના અગાઉ રૂા. 2200 હતો. મેન્થોલના સંગ્રહની પૂરતી સુવિધા ન હોવાથી તેમ જ ગરમીમાં તે પીગળી જતો હોવાથી વેપારીઓ તેનો ખપપૂરતો જ ઉપાડ કરે છે, અને સ્ટોક કરતા નથી. ઉત્પાદકો પણ માગ જેટલું જ ઉત્પાદન કરે છે. વધુમાં આ સટ્ટાકીય જણસ છે અને હાલ સટ્ટો પણ નરમ છે. મેન્થોલના વેપારનું મુખ્ય મથક દિલ્હી છે. આ વર્ષે મેન્થાનો પાક ઓછો છે અને માલબોજ પણ ખાસ નથી. વધુમાં નિકાસની પૂછપરછ પણ નીકળી છે. તેથી ભાવ વધીને પ્રતિ કિલો રૂા. 2700-3000 થઈ શકે છે.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer