એસ્સાર સ્ટીલ માટેની બિડ્સ ફેબ્રુઆરીના બીજા અઠવાડિયા સુધી સ્વીકારાશે

દેવામાં ડૂબેલી એસ્સાર સ્ટીલને ખરીદવા માટે સંભવિત બિડર્સે માળખું અને ભંડોળ ગોઠવવાં વધુ સમયની માગણી કરી હોવાથી બિડ્સ સ્વીકારવાની સમયમર્યાદા જાન્યુઆરી અંતથી લંબાવીને ફેબ્રુઆરીના બીજા અઠવાડિયા સુધી કરવામાં આવી છે. 
શુક્રવારે ઉચ્ચ-સ્તરની બૅન્કર્સની મિટિંગ યોજાઈ હતી, જેમાં બિડ્સ માટેની સમયમર્યાદા લંબાવવાનો નિર્ણય લેવાયો હતો, એમ એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. નવી તારીખ નક્કી કરવા માટે ધિરાણદારો આ અઠવાડિયે ફરીથી મળશે. સંભવિત બિડર્સે ઠરાવ યોજના બિડ બોન્ડ ગેરેન્ટી સાથે સુપરત કરવાની રહેશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer