તાતા કેપિટલ પાંચ પીઈ ફંડને ભેળવી દઈ $ 1 અબજનું મોટું ભંડોળ કરશે

મુંબઈ, તા. 23 : તાતા ગ્રુપ તેના પ્રાઇવેટ ઇક્વિટી બિઝનેસના પુનર્ગઠન દ્વારા પાંચ ફંડનું એક ફંડમાં રૂપાંતર કરવા માગે છે. સૂચિત ફંડનું કદ એક અબજ ડૉલરનું હશે. આ રીતે તે દેશના પીઈ ફંડનું સંચાલન કરતી સૌથી મોટી કંપની બનશે. તાતા ગ્રુપની કંપની તાતા કેપિટલ કુલ એક અબજ ડૉલરથી વધુના મૂલ્યવાળા પાંચ પ્રાઇવેટ ઇક્વિટી ફંડ ધરાવે છે. આ ફંડે ઉબર ટૅક્નોલૉજી તેમ જ સ્ટાર હેલ્થ ઇન્સ્યોરન્સ જેવી કંપનીઓમાં રોકાણ કર્યું છે. તાતા કેપિટલ બજારમાંથી નવું ભંડોળ મેળવે તે અગાઉ પીઈ કામગીરીને સંગઠિત કરશે. (એલપી) મીત્સુબીશી અૉફ જાપાન, સાઉથ કોરિયન સોવરીન ફંડ અને ટેમસેક અૉફ સિંગાપોર કંપનીના પીઈ બિઝનેસ જેવી આંતરરાષ્ટ્રીય ફંડ્સ આ ઘટનાને બારીકાઈથી નિહાળી રહ્યા છે. આ ત્રણે કંપનીઓનો તાતા ઓપોર્ચ્યુનિટી ફંડમાં 65 ટકા હિસ્સો રહ્યો છે. અને તેણે પાંચ વર્ષ અગાઉ 60 કરોડ ડૉલર મેળવ્યા હતા. ગ્રોથ ઇક્વિટી ફંડ (2500 લાખ ડૉલર), હેલ્થકેર ફંડ, ઇનોવેશન ફંડ અને સ્પેશિયલ સિચ્યુએશન ફંડ આમ આ ચાર અન્ય ફંડોની કામગીરી મળીને તાતા કેપિટલનું પીઈ બિઝનેસ બન્યો છે. છેલ્લા ત્રણ ફંડો 1000 અબજ ડૉલર અૉફર કરે છે. કેટલાંક ફંડ્સ નાના છે અને સ્પેસિફિક સેગ્મેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે તેમનો વિકાસ અટકાવે છે. અનેક એકમોના ભંડોળને એક કરવાથી એક ફંડ મોટું પ્લેટફોર્મ રચાશે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer