હું છું `કમબૅક ક્વીન'' : કાજોલ

હું છું `કમબૅક ક્વીન'' : કાજોલ
અનેક અભિનેતા પોતાની ફિલ્મ દર વર્ષે રિલીઝ થવાનું `પસંદ' નથી કરતા અથવા કેટલાક તો દર બે વર્ષે પણ એક ફિલ્મ રિલીઝ થાય એવું ઇચ્છતા નથી હોતા જ્યારે અભિનેત્રીઓ તો આ પ્રકારનો વિચાર સુદ્ધાં કરતી હોતી નથી અને તેથી જ કેટલાક લોકો `ઇલા' ફિલ્મને કાજોલની `કમબેક' ફિલ્મ ગણાવી રહ્યા છે, જેમાં ત્રણ વર્ષના ગાળા બાદ કાજોલ દેખાશે.
કાજોલની છેલ્લી ફિલ્મ `િદલવાલે' (2015) હતી, જ્યારે ત્યારબાદ રિલીઝ થયેલી એકમાત્ર ફિલ્મ તામિલ `વીઆઈપી-2' (2017) હતી. જોકે, તેનાથી જરા પર વિચલિત નહીં થનારી `પદ્મશ્રી' કાજોલે કહ્યું હતું કે મેં આવા અનેક કમબેક મારી કારિકર્દીમાં જોયા છે તેથી હું `કમબેક ક્વીન' બની ગઈ છું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer