સંજય દત્ત ફરી કૉમેડી તરફ વળ્યો

સંજય દત્ત ફરી કૉમેડી તરફ વળ્યો
`ભૂમિ' જેવી ડ્રામા ફિલ્મો કર્યા બાદ સંજય દત્ત ફરીથી કૉમેડી ફિલ્મોમાં કામ કરવા માટે સજ્જ બન્યો છે. છેલ્લે `મુન્નાભાઈ એમબીબીએસ' અને `ધમાલ' જેવી ફૂલ કૉમેડી ફિલ્મોમાં દેખાયા બાદ એટલે કે 2011 બાદ હવે સંજય દત્તની આગામી ફિલ્મ પણ કૉમેડી જ હશે.
જોકે, સૌથી છેલ્લે સંજુ બાબાએ કરેલી કૉમેડી ફિલ્મ અજય દેવગન અને કંગના રનૌત સાથે કરેલી `રાસ્કલ્સ' હતી પણ તે બૉક્સ અૉફિસ પર સદંતર ફ્લોપ નીવડી હતી. સંજયના જૂના દોસ્ત અને મ્યુઝિક વીડિયો ડિરેકટર બીટ્ટુએ મોરિશિયસમાં આ કૉમેડી ફિલ્મ બનાવવાની યોજના ઘડી હોઈ ફિલ્મ એપ્રિલ મહિનામાં ફલોર પર જશે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer