સલમાન ખાન શરૂ કરશે બૉલીવૂડમાં બોબી દેઓલની સેકન્ડ ઇનિંગ્સ

સલમાન ખાન શરૂ કરશે બૉલીવૂડમાં બોબી દેઓલની સેકન્ડ ઇનિંગ્સ
એવું જણાય છે કે સલમાન ખાન હવે બૉલીવૂડમાં બોબી દેઓલની સેકન્ડ ઇનિંગ્સ શરૂ કરવા માટે પ્રવૃત્ત બન્યો છે. `ગુપ્ત' ફિલ્મનો આ મુખ્ય કલાકાર સંભવત : સલ્લુ મિયાનો ફેવરિટ કો-સ્ટાર બન્યો છે. દેખીતી રીતે જ `રેસ-3'માં બોબીની અભિનય કળા પર સલમાન ઓવારી ગયો હતો.
`સલમાને `રેસ-3'માં બોબી દેઓલના અભિનયના વખાણ કર્યા હતા અને શું તે પોતાની આગામી ફિલ્મ `ભારત'માં રોલ કરવા તૈયાર છે કે એવો પ્રશ્ન બોબીને પૂછયો હતો' એમ એક અંદરના સૂત્રે જણાવ્યું હતું. `ભારત' ફિલ્મનું દિગ્દર્શન અલી અબ્બાસ ઝફર કરવાનો હોઈ તેનું નિર્માણ સલમાનનો બનેવી અતુલ અગ્નિહોત્રી કરશે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer