`હસીના'' બાદ અપૂર્વ બનાવશે વધુ એક રિયલ-લાઈફ સ્ટોરી

`હસીના'' બાદ અપૂર્વ બનાવશે વધુ એક રિયલ-લાઈફ સ્ટોરી
અપૂર્વ લાખિયા સર્જિત અને શ્રદ્ધા કપૂર દ્વારા અભિનીત બાયોગ્રાફિકલ ક્રાઈમ ડ્રામા `હસીના પારકર'ની રિલીઝની ચાર મહિના બાદ અપૂર્વ આવી જ એક વધુ રિયલ-લાઈફ સ્ટોરી પરથી ફિલ્મ બનાવશે.
થોડો સમય પહેલાં અપૂર્વ લાખિયાને એક 9-વર્ષીય બાલિકા નાઝિયા વિશેનો આર્ટિકલ વાંચ્યો હતો. જેને 1984માં તેના કેટલાક સગાઓએ ચેન્નઈમાં રહેતા એક કપલને વેચી દીધી હતી. આ કપલે નાઝિયાને નોકરાણીની જેમ રાખી બે વર્ષ બાદ તેના પર અત્યાચાર વરસાવવાનું શરૂ કર્યું હતું. જોકે, આ બાલિકા ત્યાંથી નાસવામાં સફળ થયા બાદ તેનો ઉછેર મૈસુરના એક બ્રાહ્મણ પરિવારે કર્યો અને તેને ભણાવી પોતાની જ્ઞાતિના એક ઉધોજક સાથે તેના લગ્ન કરાવ્યા. અપૂર્વ લાખિયાએ અગાઉ 2007માં `શૂટઆઉટ એટ લોખંડવાલા'નું દિગ્દર્શન કર્યું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer