અફઘાનિસ્તાન-ઝિમ્બાબ્વે વચ્ચેની પહેલી બે વન ડેમાં આંકડાનો દુર્લભ સંયોગ

અફઘાનિસ્તાન-ઝિમ્બાબ્વે વચ્ચેની પહેલી બે વન ડેમાં આંકડાનો દુર્લભ સંયોગ
શારજાહ તા.12: અફઘાનિસ્તાન અને ઝિમ્બાબ્વે વચ્ચેની પાંચ વન ડેની શ્રેણીના પહેલા બે મેચમાં હાર-જીતની રસાકસી વચ્ચે આંકડાની પણ સમાનતાનો અનોખો સંયોગ જોવા મળ્યો છે. પહેલા મેચમાં અફઘાનિસ્તાનનો 1પ4 રને વિજય થયો હતો. તો બીજા વન ડેમાં ઝિમ્બાબ્વેનો પણ 1પ4 રને વિજય નોંધાયો છે. રનની સંખ્યાનો સંયોગ પૂરો થતો નથી. પહેલા મેચમાં અફઘાનિસ્તાને પ વિકેટે 333 રન કર્યાં હતા. જયારે ઝિમ્બાબ્વેએ પણ બીજા વન ડેમાં પ વિકેટે 333 રન કર્યાં હતા. પહેલા મેચમાં ઝિમ્બાબ્વેની ટીમ 179 રનમાં ઓલઆઉટ થઇ હતી. તો બીજા વન ડેમાં અફઘાનિસ્તાનની ટીમ 179 રનમાં પેવેલિયનમાં પાછી ફરી હતી. કોઇ પણ વન ડે શ્રેણીના પહેલા બે વન ડેમાં આવો સંયોગ દુર્લભ જેવો છે. જે લાંબા સમય સુધી ક્રિકેટપ્રેમીઓને યાદ રહેશે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer