વિનસ વિલિયમ્સે કેરિયરની 1000મી મૅચમાં જીત મેળવી

વિનસ વિલિયમ્સે કેરિયરની 1000મી મૅચમાં જીત મેળવી
એશવિલ (અમેરિકા) તા.12:  અમેરિકાની દિગ્ગજ ટેનિસ ખેલાડી વિનસ વિલિયમ્સે તેની કેરિયરના 1000મા મેચમાં શાનદાર જીત મેળવી છે. વિનસે ફેડરેશન કપમાં નેધરલેન્ડસની અરાંત્જાને 6-1 અને 6-4થી હાર આપી હતી. મેચ બાદ વિનસ વિલિયમ્સે જણાવ્યું કે મને એવું લાગે છે કે હજુ કાલે જ મેં મારો પહેલો મેચ રમ્યો હતો. દોઢ દાયકાની સફર કયારે સમાપ્ત થઇ ગઇ તેને ખબર પડી નહીં. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer