હવે ચાંદી, પ્લેટિનમ આધારિત ઈટીએફ લાવવાનું વિચારતું સેબી

નવી દિલ્હી, તા. 12 : સામાન્ય રોકાણકારોને આકર્ષવા હવે સેબી સોનાની જેમ ચાંદી અને પ્લેટિનમ આધારિત એક્સ્ચેન્જ ટ્રેડેડ ફંડ (ઈટીએફ) લાવવાનું વિચારી રહી છે. વૈશ્વિક બજારોમાં ઇક્વિટી, કૉમોડિટીઝ અને મેટલ્સ આધારિત ઈટીએફ કાર્યરત છે પરંતુ ભારતમાં માત્ર ઇક્વિટી અને ગોલ્ડ આધારિત ઈટીએફ  સક્રિય છે.
રોકાણકારો માર્કેટની વધઘટનો લાભ લઈ શકે અને તેમના જોખમને વહેંચી શકે માટે સેબી વધુ પ્રોડક્ટની ઈટીએફ લોન્ચ કરવા માગે છે. સેબીના ટોચના એક અધિકારીએ જણાવ્યું હતું કે ચાંદી અને પ્લેટિનમ આધારિત ઈટીએફની યોજનાને મંજૂરી આપવાનું વિચારે છે. ભારત જેવી વિકસિત ઇકૉનૉમી જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વિકસાવવા માટે કોમોડિટીઝ આધારિત પૉલિસી ઘડવામાં આવે છે, તેમ જ મેઇક ઇન ઇન્ડિયા જેવાં પગલાં લેવાય છે, ત્યારે મેટલ આધારિત ઈટીએફ રોકાણકારોએ અૉફર કરીને વધુ પ્રોડક્ટ આપી શકાય તેમ જ જોખમને નિયંત્રિત કરી શકાય છે એમ એમસીએક્સના રિસર્ચ ટ્રેડ વી. શુન્મગરે જણાવ્યું હતું. ક્વોન્ટમ મ્યુચ્યુઅલ ફંડના સીઈઓ જી. મી. પટેલનું કહેવું હતું કે જો સેબી ચાંદીના ઈટીએફની પરવાનગી આપશે તો અમે તે લાવવાનું વિચારીશું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer