આયાત ડયૂટીમાં વધારો કરવાથી આં.રા. ડાયમંડ હબ બનવા અંગેની થતી વિચારણા

આયાત ડયૂટીમાં વધારો કરવાથી આં.રા. ડાયમંડ હબ  બનવા અંગેની થતી વિચારણા
નવી દિલ્હી, તા. 12 : સામાન્ય બજેટમાં કટ અને પોલિશ્ડ હીરા તથા જેમસ્ટોન્સ પરની આયાત જકાત 2.5 ટકાથી વધારીને પાંચ ટકા કરવાથી હીરા ઉદ્યોગ નિરાશા અનુભવી રહ્યું છે. તેનાથી નિકાસને અસર 
થશે અને ભારતની આં.રા. ડાયમંડ હબ  બનાવની તક રોળાઈ જશે.
જેમ્સ ઍન્ડ જ્વેલરી એકસ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલ અગ્રણીના જણાવ્યા મુજબ ભારતને બેલ્જિયમ, દુબઈ અને ઇઝરાયલ જેવા હરીફો સામે સમાન સ્થિતિનો લાભ નહીં મળે. તેનાથી યુએસના `શટ આઉટ' બિઝનેસ પર નકારાત્મક અસર થશે.
જૂની ડાયમંડ જ્વેલરી પરના ડાયમંડ અમેરિકાથી ભારતમાં આવે છે. તેને રિસાઇકલ કરીને ફરીથી નિકાસ કરવામાં આવે છે. હવે કટ અને પોલિશ્ડ હીરા મોંઘા થવાથી `શટ આઉટ' બિઝનેસને માઠી અસર થશે. ડિસેમ્બર 2016ની તુલનામાં 2017માં કટ અને પોલિશ્ડ હીરાની આયાત 7.11 ટકા વધી હતી.
હવે સરકારની દરખાસ્તને જોતાં વર્ષ 2018માં નિકાસ 15 ટકા વધશે. નિકાસ વૃદ્ધિના હેતુને સાર્થક કરવા તેના માટેના રોડમેપની સ્પષ્ટતા સરકારે કરવી જોઈએ એમ ઉદ્યોગના વર્તુળો જણાવે છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer