કરાચીમાં મણિશંકરનો પાકિસ્તાન સાથે પ્રેમનો એકરાર

કરાચી, તા. 12 : કરાચી લિટરેચર ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે પાકિસ્તાનના પ્રવાસે પહોંચેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐય્યરે ફરી એક વખત વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું છે કે, તેઓ પાકિસ્તાનને પ્રેમ કરે છે. લિટરેચર ફેસ્ટિવલને સંબોધિત કરતા ઐય્યરે કહ્યું હતું કે, તેઓ પાકિસ્તાનને પ્રેમ કરે છે કારણ કે તેઓ ભારતને પ્રેમ કરે છે. આ સાથે મણિશંકર ઐય્યરે પાકિસ્તાનની નીતિઓને લઈને ખુશી વ્યક્ત કરી હતી અને ભારતની નીતિઓને લઈને દુ:ખ જાહેર કર્યું હતું. મણિશંકરે કહ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીતનો માર્ગ મહત્વનો છે અને ખુશી છે કે, પાકિસ્તાને આ નીતિનો સ્વીકાર કર્યો છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer