શ્રીનગર સીઆરપીએફ કૅમ્પ પર પણ હુમલો, એક જવાન શહીદ

શ્રીનગર, તા. 12 : જમ્મુ-કાશ્મીરમાં એક તરફ સુંજવાન કેમ્પમાં ત્રાસવાદીઓની વિરુદ્ધ અભિયાન બીજા દિવસે પણ જારી રહ્યા વચ્ચે વધુ એક જવાન શહીદ થયાના હેવાલ છે તે દરમ્યાન શ્રીનગરમાં સીઆરપીએફ કેમ્પ પર હુમલાની કોશિશ કરવામાં આવી હતી. આતંકવાદીઓના આ હુમલામાં એક જવાન શહીદ થયો હતો. આ હુમલો છેલ્લા હેવાલ મળ્યા ત્યારે જારી હતો.  દરમ્યાન, પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈબાએ સુંજવાન અને સીઆરપીએફ કેમ્પ પર હુમલાની જવાબદારી લીધી હતી. શ્રીનગરના કરણનગરમાં સીઆરપીએફ જવાનોએ એક ઈમારતને ઘેરી લીધી છે.
દરમ્યાન, હુમલાના 51 કલાક બાદ પણ સુંજવાન સૈન્ય શિબિરમાં સેનાનું કામ્બિંગ ઓપરેશન જારી રહ્યું હતું. આ ઓપરેશનમાં પણ સેનાના વધુ એક જવાનની શહીદીના હેવાલ મળી રહ્યા છે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer