ઓમાન યાત્રાથી દ્વિપક્ષીય સંબંધોને ગતિ મળશે : મોદી

ઓમાન યાત્રાથી દ્વિપક્ષીય સંબંધોને ગતિ મળશે : મોદી
મસ્કત/નવી દિલ્હી, તા. 12 : શુક્રવારથી શરૂ થયેલી ત્રણ પશ્ચિમી એશિયાઇ દેશો ફિલીસ્તીન, સંયુક્ત આરબ અમીરાત (યુએઇ) અને ઓમાનની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ યાત્રા આજે પૂર્ણ થઇ હતી. સોમવારે સાંજે વડાપ્રધાન ભારત પહોંચ્યા હતા. આ પહેલાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ઓમાનની તેમની યાત્રા તથા પેટ્રોલિયમ સંસાધનથી ભરપૂર ખાડી દેશોના ટોચના નેતાઓની સાથે વાતચીતથી બધા જ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોમાં ઉલ્લેખનીય ગતિ આવશે.
મોદીએ કહ્યું હતું કે, ઓમાનની તેમની યાત્રા દરમ્યાન આ ત્રણ દેશોમાં ટોચના નેતાઓ સાથે વાતચીતથી બધા જ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોમાં નોંધપાત્ર પ્રગતિ થશે. ઓમાનની બે દિવસની યાત્રા સંપન્ન કરવાથી પહેલાં મોદીએ ટ્વિટ કર્યું હતું કે, `ઓમાનની યાત્રા એ યાત્રાઓમાં છે, જેને હું લાંબા સમય સુધી યાદ રાખીશ. તેમની યાત્રા દરમ્યાન બંને દેશોએ સંરક્ષણ ક્ષેત્રમાં સહયોગ વધારવા સહિત આઠ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા.
વડાપ્રધાને જણાવ્યું હતું કે, આ પ્રવાસથી આપણા ઉદ્યમી લોકોની વચ્ચે સદીઓ જૂના સંબંધોને વધુ મજબૂત બનાવવામાં મદદ જણાશે. જેનાથી વ્યાપાર અને રોકાણ સંબંધી બધા જ ક્ષેત્રોમાં આપણા સંબંધોમાં ઉલ્લેખનીય ગતિ આવશે. વડાપ્રધાને શાનદાર સમર્થન સૌહાર્દ લગાવ માટે સુલતાન તથા ઓમાનના લોકોને ધન્યવાદ આપ્યા હતા. મોદી ત્રણ દિવસની યાત્રાના અંતિમ તબક્કે દુબઇથી અહીં પહોંચ્યા હતા. અને સુલતાન કબુસની સાથે વિવિધ મુદે ચર્ચા કરી હતી.
વિદેશ મંત્રાલયના પ્રવકતા રવીશકુમારે ટ્વિટ કરીને કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓમાનના સુલતાન કબુસની સાથે પ્રતિનિધિ મંડળ સ્તરની વાતચીત કરી હતી.
સાંજે દિલ્હીના પાલમ હવાઇ મથકે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. આ પહેલાં ઓમાનના વડાપ્રધાને વર્ષો જૂના શિવ મંદિરે પહોંચીને પૂજા દર્શન કર્યા હતા. એ પછી તેઓ સુલ્તાન કબૂસ મસ્જિદ પહોંચ્યા હતા. આ દરમ્યાન ઓમાનનાં આંતરરાષ્ટ્રીય સંબંધોના મામલાના ઉપ પ્રધાનમંત્રી સૈયદ ખસીદ બિન તારીક અલ સૈદ સાથે મુલાકાત કરી હતી અને ઓમાનની બિઝનેસ મીટમાં સામેલ થયા હતા. અને બંને દેશો વચ્ચે કેટલાક કરારો થયા હતા. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer