ઓમાનમાં મોદીએ કરી શિવ મંદિરમાં પૂજા, મસ્જિદમાં માગી દુઆ

ઓમાનમાં મોદીએ કરી શિવ મંદિરમાં પૂજા, મસ્જિદમાં માગી દુઆ
મસ્કત, તા. 12 : પશ્ચિમ એશિયાના ત્રણ દેશોની યાત્રાના છેલ્લા ચરણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓમાન પહોંચ્યા છે. ઓમાનની રાજધાની મસ્કતમાં મોદીએ 300 વર્ષ જૂના મોતિશ્વર શિવ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. મંદિરમાં દર્શન કર્યા બાદ મોદી સુલતાન કાબૂસ શાહી મસ્જિદે પહોંચ્યા હતા અને દુઆ પણ માગી હતી. ત્યારબાદ ઓમાનના સુલતાન કબુસ અને મોદી વચ્ચે ચર્ચા વિચારણા થઈ હતી અને આઠ મહત્ત્વના કરારો ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. 
મોદીની મુલાકાત માટે ઓલ્ડ ઓમાનમાં સ્થાપિત શિવ મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. આ મંદિર ઓમાનનું સૌથી જૂનુ મંદિર છે અને ગલ્ફ વિસ્તારમાં સૌથી લોકપ્રિય પણ છે. આ મંદિરનું નિર્માણ કચ્છના ભાટિયા પરિવાર દ્વારા કરાવવામાં આવ્યું હોવાનું કહેવાય છે. સાઉદીમાં રહેતા ભારતીયો આ શિવમંદિરે પૂજા અર્ચના કરીને પોતાને ભારત સાથે જોડાયેલા હોવાનો અનુભવ કરે છે. ઓમાનમાં મસ્જિદની મુલાકાત દરમિયાન સુલતાન કબુસ બિન સાદ અલ સાદ પણ મોદી સાથે હતા અને બન્નેએ વ્યાપક ચર્ચા કરી હતી.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer