નીરજ દિગ્દર્શિત `સ્પેશિયલ 26''ની સિકવલમાં અક્ષરકુમારની બાદબાકી!

નીરજ દિગ્દર્શિત `સ્પેશિયલ 26''ની સિકવલમાં અક્ષરકુમારની બાદબાકી!

નીરજ પાંડેએ ફિલ્મ `ઐયારી' શુક્રવારે રિલીઝ થઈ રહી છે તેટલામાં તો સૂત્રોના જણાવવા મુજબ નીરજે `સ્પેશીયલ 26'ની સિકવેલ બનાવવાનો પ્લાન તૈયારી કરી નાખ્યો છે. આ એવૉર્ડ વિજેતા ફિલ્મસર્જકે જણાવ્યું હતું કે `અમુક કથાવાર્તાઓ મારા મગજમાં છે પણ તે પૈકી કઈ પરથી હું ફિલ્મ બનાવીશ એ અત્યારે નક્કી નથી.
જોકે અહીં કુતૂહલ જગાડનારી બાબત એ છે કે `સ્પેશીયલ 26'ની સિકવેલમાં સંભવત: નીરજનો માનીતો અભિનેતા અક્ષરકુમાર નહીં હોય અને આની પાછળનું કારણ એ આપવામાં આક્ષું છે કે બંને વચ્ચે હવે અણબનાવ છે. આ પહેલાં નીરજ અને અક્કીની જોડીએ `સ્પેશીયલ-26' ઉપરાંત કેટલીક હીટ ફિલ્મો બનાવી છે. આ ફિલ્મો છે `બેબી', `નામ શબાના' અને `ટોઈલેટ એક પ્રેમકથા'.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer