`હિન્દી મીડિયમ''ની સિકવેલમાં સારા બનશે ઈરફાનની પુત્રી?

`હિન્દી મીડિયમ''ની સિકવેલમાં સારા બનશે ઈરફાનની પુત્રી?

જાન્યુઆરી મહિનામાં યોજાયેલા ફિલ્મફેર એવૉર્ડ સમારોહ વખતે `હિન્દી મીડિયમ' ફિલ્મમાં બેસ્ટ પરર્ફોમન્સ માટેનો પ્રતિષ્ઠીત ફિલ્મફેર એવૉર્ડ લઈ જનારા ઈરફાન ખાને જણાવ્યું હતું કે હવે તે આ ફિલ્મની સિકવેલ પર નિર્માતા દીનેશ વિજન સાથે કામ કરી રહ્યો છે.
આ ફિલ્મ હિન્દી મીડિયમની કથાવાર્તાને 10 વર્ષ આગળ લઈ જશે, જેમાં પાંચ વર્ષની ઈરફાનની પુત્રી ટીનેજર તરીકે દેખાશે. આ સિકવેલ ઓગસ્ટ મહિનામાં ફ્લોર જવાની હોઈ તેમાં ટીનેજર પુત્રીના રોલ માટે સારા અલી ખાનના નામની વિચારણા કરાઈ રહી છે. સારા અલી ખાન અભિષેક કપૂરની ફિલ્મ `કેદારનાથ' દ્વારા બોલીવુડમાં ડેબ્યુ કરી રહી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer