`પદમાવત''થી શાહિદની પ્રાઈસ ઊંચકાઈ

`પદમાવત''થી શાહિદની પ્રાઈસ ઊંચકાઈ
 
રણવીર સિંહ અને દીપિકા પદુકોણેએ આ પહેલા જ બોલીવુડમાં રૂા. 100 કરોડનો નફો કરનારા કલાકારોની યાદીમાં સ્થાન મેળવી લીધું હોઈ સંજય લીલા ભણશાલીની ફિલ્મ `પદમાવત'ની સુપર સફળતાએ હવે શાહિદ કપૂર માટે પણ તેની કારકિર્દીનો સંપૂર્ણપણે નવો દોર ઉઘાડી દીધો છે.
દેખીતી રીતે જ આને કારણે હવે શાહિદ કપૂરે પોતાની માર્કેટ પ્રાઈસ વધારી દેવાનું વિચાર્યું છે. સંભવત: તેણે પોતાની ફીમાં એક કરોડ રૂપિયાનો વધારો કર્યો હોવાનું બોલીવુડના સૂત્રોએ જણાવ્યું હતું. સૂત્રોના જણાવવા અનુસાર `પદમાવત' બાદ શાહિદનો `બત્તી ગુલ મીટર ચાલુ' એ ઘણો મોટો પ્રોજેક્ટ છે અને ડિસ્ટ્રીબ્યુટરો સુદ્ધાં આ શાહિદ અભિનીત ફિલ્મને વધુ પ્રાઈસ આપવા ઈચ્છુક છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer