વિરુષ્કા પાસે કરણ જોહરના શો માટે સમય નથી

વિરુષ્કા પાસે કરણ જોહરના શો માટે સમય નથી

કરણ જોહરના લોકપ્રિય ટોક શો `કોફી વિથ કરણ'માં નવદંપતી વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા એટલે કે વિરુષ્કાના ઈન્ટરવ્યૂ માટે ઓડિયન્સે સારી એવી રાહ જોવી પડશે કેમકે તેમની પાસે અત્યારે બિલકુલ સમય નથી.
અનુષ્કાના પીઆર વિભાગના પ્રવક્તાએ મીડિયામાં વહેતા થયેલા કરણના શોના આગામી એપીસોડમાં વિરાટ અને અનુષ્કા હાજર રહેવાના અહેવાલને રદિયો આપ્યો હતો. દેખીતી રીતે જ ટીમ ઈન્ડીયાનો કેપ્ટન વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્મા પોતપોતાના ક્ષેત્રમાં એટલે કે અનુક્રમે ક્રિકેટ અને ફિલ્મ ક્ષેત્રે અતિ વ્યસ્ત છે અને તેમની પાસે આવા કોઈપણ શો કરવાનો હાલમાં બિલકુલ જ સમય નથી. દરમિયાન વિરાટ કોહલીએ લગ્ન બાદ પણ સુંદર રમતનું પ્રદર્શન ચાલુ રાખીને તેના ટીકાકારોને મુંહતોડ જવાબ આપ્યો છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer