ટી20 ત્રિકોણીય શ્રેણી : ઈંગ્લૅન્ડ સામે કિવિઝની જીત

ટી20 ત્રિકોણીય શ્રેણી : ઈંગ્લૅન્ડ સામે કિવિઝની જીત
 
નવી દિલ્હી, તા. 13 : કેપ્ટન કેન વિલિયમસનના 72 રન અને ઓપનર માર્ટિન ગુપ્ટિલના 65 રનની મદદથી ન્યૂઝીલેન્ડે ટી20 ત્રીકોણીય સિરીઝના ચોથા મેચમાં ઈંગ્લેન્ડને 12 રનથી હરાવ્યું છે. ન્યૂઝિલેન્ડે પહેલા બેટીંગ કરતા 5 વિકેટે 196 રનનો જુમલો ખડક્યો હતો. 196 રનના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 9 વિકેટે 184 રન બનાવી શકી હતી. 
વિલિયમસને 46 બોલમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી તોફાની 72 રન ફટકાર્યા હતા અને ગુપ્ટિલ સાથે મળીને ત્રીજી વિકેટ માટે 82 રનની ભાગીદારી કરી હતી. ગુપ્ટિલે 6 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 40 બોલમાં 65 રન કર્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી માર્શ વુડ અને આદિલ રાશિદે 2-2 વિકેટો ખેડવી હતી. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમમાંથી ડેવિડ માલાને 59 અને ઓપનર એલેક્સ હેસ્લે 47 રનની ઉમદા ઈનિંગ રમી હતી. જો કે ઈંગ્લેન્ડની ટીમ જીતી શકી નથી. આ સિરીઝમાં ઈંગ્લેન્ડની સતત ત્રીજી હાર છે. આ અગાઉ ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને બે વખત હરાવ્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer