ડૉલરના સથવારે સોનામાં વધુ સુધારો

ડૉલરના સથવારે સોનામાં વધુ સુધારો


અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 13 : ડૉલરમાં નરમાઇનો દોર ચાલુ રહેતા સોનામાં બીજા દિવસે વૃદ્ધિ થઇ હતી. એશિયન ઇક્વિટી માર્કેટમાં સુધારો થયો હતો એટલે પણ ડોલર ઉપર થોડું દબાણ આવ્યું હતું.બે દિવસથી ફંડો સોનામાં સક્રિય થયા છે એ કારણે સોનું 1329 ડોલર સુધી પહોંચ્યું છે. ફુગાવો સોના માટે કેટલોક વખત હકારાત્મક દેખાય છે કારણકે ફુગાવો વધે તો ડોલર ભલે સુધરે પણ સામે ભાવવધારાનું જોખમ હોય એટલે સલામત રોકાણ માટે ફંડો સોનું એકઠું કરતા હોય છે. એટલે ચાર્ટની રીતે સોનામાં 1280 નીચે વધુ જોખમ નથી. 1345ના સ્તરની ઉપર જાય તો જ તેજી આવશે. રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામે રૂા. 100ના સુધારા સાથે રૂા. 31,250 હતો. ચાંદી ન્યૂ યોર્કમાં 16.61 ડોલરની સપાટીએ હતી. સ્થાનિક બજારમાં એક કિલોએ રૂા. 400 ઉંચકાઇને રૂા. 39,000 હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer