વડા પ્રધાનની સૌજન્ય મુલાકાત લેતાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી


ગુજરાતને પીવાના પાણી માટે કેન્દ્ર દ્વારા તમામ મદદ આપવા વડા પ્રધાનની ખાતરી

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.13 : મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીએ આજે નવી દિલ્હીમાં વિદેશ યાત્રાથી આજે પરત આવેલા વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સૌજન્ય મુલાકાત કરી હતી.મુખ્ય પ્રધાન વિજયભાઇ બીજીવાર મુખ્ય પ્રધાન બન્યા બાદ સોમવારે પ્રથમવાર રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિની મુલાકાત કરી હતી.આજે તેમણે રાષ્ટીઑય અધ્યક્ષ અમિતભાઇ શાહની પણ મુલાકાત કરી હોવાનું જાણવા મળે છે.
વડ ાપ્રધાન સાથે ઔપચારિક મુલાકાત સમયે ગુજરાતને લગતા અનેક મુદ્ઓ વિષે ચર્ચા કરી હતી જેમાં ગુજરાતમાં પાણીની સમસ્યા અંગે પણ ચર્ચા કરી હતી. વડા પ્રધાને ગુજરાતમાં પાણીની સમસ્યા અંગે ચિંતા વ્યક્ત કરીને કેન્દ્ર સરકાર દ્વારા શક્ય તમામ સહયોગ આપવા ખાત્રી આપી હતી. તેમણે ગુજરાતની રાજકીય પરિસ્થિતિ અંગે પણ ચર્ચા કરી હતી.ખાસ કરીને રૂપાણી સરકારની કામગીરી, પ્રધાનો અને સંગઠનના આગેવાનોની ગતિવિધિઓ બાબતે વિસ્તારથી ચર્ચા કરી હોવાનું જાણવા મળે છે.આ ઉપરાંત વડા પ્રધાન 25 ફેબ્રુઆરીએ ગુજરાત અને સુરત ખાતે આવવાના હોવાથી તે અંગે પણ ચર્ચા કરી હોય તેવું સમજાય છે.વડા પ્રધાન સાથેની મુલાકાત બાદ મીડિયા સાથે વાત કરતાં મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે મધ્યપ્રદેશમાં વરસાદ ઓછો પડવાના કારણે ગુજરાતમાં પાણીનો  આવરો ઓછો છે તેમ છતાં જુલાઇના અંત સુધી ડેડ વોટર આપવાની નર્મદા કન્ટ્રોલ ઓથોરિટીએ ખાત્રી આપી છે. એટલે જુલાઇ સુધી ગુજરાતમાં પીવાના પાણીનો કોઇ પ્રશ્ન ઊભો નહી થાય અને આ માટે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર,રાજસ્થાન ત્રણેય રાજ્યોએ સહયોગ આપ્યો છે.વડા પ્રધાન સાથેની મુલાકાત બાદ રૂપાણીએ ટ્વીટ કર્યુ હતું કે ગુજરાતના વિકાસ સાથે સંકળાયેલા  અનેક મુદ્ઓ અંગે વડા પ્રધાન સાથે ચર્ચા કરી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer